છાયાચિત્ર
આમ તો કોટાવડ ધામ અને માં વિઘ્નેશ્વરીની દિવ્યતાનો અનુભવ તો આપણે કોટાવડ મંદિરે પ્રત્યક્ષ પધારીને જ કરી શકીએ પરંતુ અહીંયા છાયાચિત્રના એક સંગ્રહ સ્વરૂપે આ અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
વધુ જોવોકોટાવડ ગામ પાટણ-ડીસા હાઇવે થી એકદમ નજીક આવેલું છે. આ હાઇવે પરથી અઘાર-કોટાવડ રોડ નો ફાંટો પડે છે. જે પાટણ ડીસા હાઈવે થી ૯ કિલોમીટરનાં અંતરે આવેલું છે.
પાટણ જંકશન (કોડ: PTN): ૩૨ ટ્રેનો પાટણ સ્ટેશન પરથી પસાર થાય છે. આ મોટું સ્ટેશન નથી અને અહીં થોડી જ લાંબા અંતરની ટ્રેનો રોકાય છે. આ કોટાવડથી ૧૫ કિમી દૂર આવેલું છે.<br> <br> સીદ્ધપુર રેલવે સ્ટેશન (કોડ: SID): પાટણ જિલ્લાનું એક રેલવે સ્ટેશન છે, જે પશ્ચિમ રેલવે નેટવર્કની પશ્ચિમ લાઇન પર આવેલું છે. મહેસાણા જંકશનથી ૩૫ કિમી દૂર છે. પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો અહીં રોકાય છે. કોટાવડથી ૨૫ કિમી દૂર આવેલું છે. <br> <br> પાલનપુર જંકશન (કોડ: PNU): દિલ્હી-અમદાવાદ મુખ્ય લાઇન પર આવેલું છે અને પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવે છે. અહીંથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સાથે સીધી રેલવે કડી છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર, વેરાવળ, પોરબંદર, ભાવનગર અને ગાંધીધામ જેવા શહેરો સાથે પણ જોડાયેલું છે. કોટાવડથી ૫૫ કિમી દૂર આવેલું છે. ઉપરોક્ત બધા જ રેલવે સ્ટેશનો જાહેર પરિવહન દ્વારા સારી રીતે જોડાયેલા છે.
નજીકનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ છે. આ વિમાનમથક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડાનોથી સારી રીતે જોડાયેલું છે. આ વિમાનમથક કોટાવડથી ૧૪૦ કિમી દૂર આવેલું છે.
વિઘ્નેશ્વરી માતા મંદિર
સ્વયંસેવક ગણ
આ સંસ્થાઓના કર્મનિષ્ઠ અને સેવાભાવી સ્વયંસેવકોની યાદી આ પ્રમાણે છે....
વધુ માહિતી માટે સંપર્ક કરો